નાનપણથી જ જન્માષ્ટમી Favourite ફેસ્ટીવલ રહ્યો છે...અને એનું એકમાત્ર કારણ એટલે "મેળો"..મેળો એટલે આનંદ, ઉલ્લાસ, રોશની અને થનગનાત નો તહેવાર..શ્રાવણ મહિના માં ચારે બાજુ ખીલેલી પ્રકૃતિ ને માણવા નો તહેવાર. અને જન્માષ્ટમી ની ખરી મજા સૌરાષ્ટ્ર ના યુવાનો ને પૂછવી પડે...પછી એ શેરીઓ માં મુકેલ રોશની હોય, ચોકે ચોકે મુકેલ ફ્લોટ હોય, શોભાયાત્રા માં નાચવાની મજા હોય કે મિત્રો સાથે મેળા માં જવાનો આનંદ હોય...મેળો આજે પણ દિલ ફેક જુવાનીયાઓ માટે નું ડેઇટીંગ મીટીંગ નું હોટ destination છે.. જન્માષ્ટમી જેવો થરવરાત દિવાળી માં પણ જોવા નથી મળતો...જાણે આખી દુનિયા પોતાનું ઘર છોડી બહાર આવી ન ગય હોય??? એમાય મેળો તો જન્માષ્ટમી નો USP ગણાય....જેને સૌરાષ્ટ્ર નો મેળો નથી જોયો તે surely કંઈક miss કરે છે. જન્માષ્ટમી નો ઉત્સાહ રાંધણ છઠ થીજ જોવા મળે છે...ઘરે ફરશાણ મિઠાઈ બનાવાની વાત હોય કે પરિવાર મિત્રો સાથે ફરવા જવાની વાત કે પછી નિર્દોષ પત્તાનો જુગાર જન્માષ્ટમી ની વાતજ નિરાળી છે.
મારી નાનપણ ની સાતમ આઠમ ની યાદ એટલે બાપુજી સાથે સાયકલ માં આગળ બેસી મેળામાં જવું...મેળા માં તો બસ જાણે બાપુજી સાથે જ જવાય..મનની મરજી થી બસ એજ ફેરવે....દર વખતે ગોંડલ ના મેળા ની એજ જૂની arrangement..જે જગ્યા એ ઊંચા ફજર ફાળકાઓ, ખાણી-પીણી ના સ્ટોલ, જાદુ ના ખેલ, મોત નો કુવો એની એ જગ્યા એ એ હોવા છતાં મેળા માં જવાનો એક અનેરો ઉત્સાહ રહેતો. ગોળ ગોળ ફરતી આંખો માં જાણે વિશ્વ સમાય જતું. દુનિયા ની વિશાળતા ઉચક નીચક ને ફરતા ફરતા જોયને થતી..મેળા ના એક ગેટે થી બાપુજી ની અંગાડી પકડી ચક્કર લગાવી બીજા ગેટે થી બહાર નીકળી જવાનો રોજ નો ક્રમ. જેટલા દિવસ મેળો ચાલે એટલા દિવસ. વચ્ચે રોજ કુતરા, ગધેડા ના શો જોવા, બંધુક થી ફુગ્ગા ફોડવા અને ice cream ખાવો. અજ હતો મારો મેળો. શહેરી લોકો નો મેળા માં આવી ગરદી કરવાનો ટાઇમ થાય એ પહેલા ઘરે પાછુ આવી જવાનું.
સાબુ ના પાણીના ગોળા હવા માં ઉડતા જોય તેને અડવા જાણે હદય માં ઉડતું. રંગ બેરંગી લાઈટવાડી દડી, nitrogen ગેસવાળા ફુગ્ગા, પીપુડા, શીશોટી, લાઉડ સ્પીકર, અવનવા રમકડાં, નામ લખાવેલ કિચેન આ બધું જાણે કુતુહલ બની રહેતું...
જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ મેળા નો ઉત્સાહ પણ ઘટતો ગયો...પૈસા અને ટાઇમ આવ્યા ત્યારે સ્પાર્ક જતો રહ્યો...મેળા ની ચીચીયારી જાણે ઘોંઘાટ લાગવા માંડ્યો..બીજા યુવાનો માફક મેળા માં તૈયાર થયેલ ફટાકડી છોકરીઓ જોવા નું logic પહેલે થીજ મગજ માં ફીટ થયેલ નહિ..બીજા માટે જે હૈયે હૈયું દળાય નો આનંદ મારા માટે મુંજારો બનવા લાગ્યો.મેળા બહાર કોઈ ગરીબ છોકરા ની ભોળી આંખો માં પૈસા ના અભાવે મેળા ની મજાઓ ન લય શકવાનો વસવસો દેખાવા માંડ્યો. ધીરે ધીરે મેળા માં લઇ જવાવાળા મિત્રો પણ વિખુટા પડ્યા અને બાપુજી પણ...આજે જયારે મેળા ની બહારથી પસાર થાવ છુ ત્યારે પણ બાળપણ નું તાદસ ચિત્ર ઉભું થઇ આવે છે. મેળાને માણવાનો સ્પિરિટ અને થનગનાટ પણ એ સાથે બચપણના રંગીન ચડ્ડી-ટીશર્ટની માફક ટૂંકો થઈ ગયો છે. હવે મેળો ‘સદતો’ નથી, ને મેળામાં જવા માટે કોઈ પોકારતું પણ નથી.
હજુ પણ મેળાના વળતા પાણી થયા નથી. ચબૂતરે જેમ પંખીમેળો ઉભરાય એમ ગામેગામ ભરાતા મેળામાં ‘માનવ મહેરામણ’ ઉમટી પડે છે. પણ હવે એમાં ગામડાંના લોકો વઘુ હોય છે. શહેરી લોકો કાર લઈને કોઈ ડેમ કે હિલ સ્ટેશન હંકારી જાય છે. પૂનમ અને અમાસના મેળા તો ઠીક, આકાશમાં એનો ચાંદો જોવાનો સમય કે ઈરાદો કોની પાસે બચ્યો છે? લાઈફ ઈઝ મૂવિંગ ફાસ્ટ, બડી. કેરિઅર બનાવવાની છે. કમાણી વધારવાની છે. હરવા-ફરવાનું તો જોયું જશે! જલસા કરવા માટે કમાવા દોડતા લોકો પાસે પૈસા આવે છે, પણ જલસાનો સમય ખોવાઈ જાય છે! આમાં મેળો? સો ચીપ! સો ડાઉનમાર્કેટ! છી! ક્યારેક ફરતા ચકડોળના આંટા સામે જોતાં જોતાં મનમાં ચક્કર આવે છેઃ એક દિવસ આ બઘું અલોપ થઈ જશે? ટીન્સ ઓફ ટુડેને કોલેજ કાર્નિવલ, ફૂડ ફેસ્ટિવલ અને ટ્રેડ ફેર ગમે છે. એમનું ગુ્રપ જ જોઈએ. દૂસરા કોઈ નહિ! સર્કસની જેમ ડિજીટલ મિડિયા મેળાને પણ ઓહિયા કરી જશે? પબ્લિક મેળાની ગંદકી અને ઘોંઘાટથી ઝટ કંટાળી જાય છે. બાળકોને ઉંચક-નીચક કરતાં કાર્ટૂન નેટવર્ક વઘુ ગમે છે. મેળો કદાચ આઉટડેટેડ મનોરંજન છે!
મોલ. મલ્ટીપ્લેક્ષ, ઇન્ટરનેટ ને યુગ માં મેળા નું મહત્વ ઘટ્યું હોય એવું લાગે પણ હજી એટલીજ માનવ મેદની ઉભરાતી જોવા મળે છે....માણસ ભેગું થાય જ્યાં એજ "મેળો"
માણસને માત્ર પ્રકૃતિ જ ગમે છે એવું નથી. માણસને ભલે માણસ સાથે રહેવું નહિ ગમતું હોય… માણસને માણસ જોવા ગમે છે!
courtesy: Jaybhai's blog.
KHUB J SARAS....
ReplyDeleteખુબજ સરસ.. જીવન માં ઘણા બધા એવા પ્રસંગો હોય છે જે સમય જતા માત્ર સ્મૃતિ સ્વરૂપે જ સંગ્રહવાના હોય. ખુબ જ લાગણીસભર લખાણ. વાંચનાર ને વાંચ્યા પછી રડાય પણ નહિ અને હસાય પણ નહિ એવી મિશ્ર લાગણીઓ ઉદભવે તો સમજવું કે ક્યાંક એમની સાથે પણ આ સંકળાયેલું છે. વડીલો, ખાસ કરીને દાદા-દાદી નો પ્રેમ ( આ લખનાર ની જેમ ) જેઓને નસીબ નથી થયો એમને જીવન માં બધું હોવા છતા પણ ઘણું બધું ગુમાવ્યું છે. મિત્ર કૈરવ, શત શત સલામ તારી આ લાગણીઓ ને. LOVE YOU DEAR..
ReplyDeleteThanks dear..
ReplyDelete