'Rain Drops' પુસ્તક આમ તો મલ્ટી ડાઈમેંશનલ જયભાઈ વસાવડા ના મિત્રો, પરિવારજનો અને ચાહકો દ્રારા લખાયેલ તેમનાં યાદગાર અનુભવો અને જયભાઈ ના વ્યક્તિત્વ પર આધારીત છે પરંતુ દળદાર પુસ્તક જ્યારે જયભાઈ એ મને પ્રેમથી ઘરે બોલાવી આપ્યું 'ઈનામ' મને મળ્યું હોઇ તેવું લાગ્યું. પુસ્તકના એક પૃષ્ઠ પર હું પણ સહભાગી બન્યો છું એ વાત મારા માટે તો કોઈ બહુમૂલ્ય સન્માન થી ઓછી નથી ! પુસ્તકમા લખાયેલ લેખો/વાતો /અનુભવો નું સંકલન, તેને presentable form મા બુકમાં મૂકવું,બુક ની કલરફુલ ડિઝાઇન થી લઈ તેની માળખાકીય રચના બધુજ સચોટ અને અફલાતુન. તેમાં લાગેલ મહેનત ખરેખર સરાહનીય અને વંદનીય. બુક ને ખાલે ખાલી જોવી પણ તેટલી જ ગમે એવી બનાવેલ છે. પુસ્તક ને જોઇ જાણે તે કોઈ મહાકાવ્ય ગ્રંથ થી ઉણો ઊતરે એમ નથી તેવું લાગે. જયભાઈ તથા મામી એ તેમાં લેખ લખેલ એક એક વ્યક્તિ ને યાદ કરી ને પુસ્તક ભેટ સ્વરુપ આપ્યું એ વાત - 'આવું પણ કોઈ કરી શકે'? એ આશ્ચર્ય સાથે અહોભાવના ની લાગણી થઈ. જયભાઈ નું વ્યક્તિત્વ પોતાના ચાહકો અને મિત્ર વર્તુળ જેટલું વિશાળ છે. આ પુસ્તક તેની એક છબી રચવામાં સફળ થયું હોઇ એવું લાગે. પુસ્તક મા લખાયેલ વાતો, અનુભવો જયભાઈ ના મહાકાય વ્યક્તિત્વ ને થોડુ વધારે ઉજાગર કરશે એમા કોઈ શંકા નથી !


No comments:
Post a Comment