Monday, August 22, 2011

આ મન પાચમ ના મેળામાં !!


            નાનપણથી જ જન્માષ્ટમી Favourite ફેસ્ટીવલ રહ્યો છે...અને એનું એકમાત્ર કારણ  એટલે "મેળો"..મેળો એટલે  આનંદ, ઉલ્લાસ, રોશની અને થનગનાત નો તહેવાર..શ્રાવણ મહિના માં ચારે બાજુ ખીલેલી પ્રકૃતિ ને માણવા નો તહેવાર. અને જન્માષ્ટમી  ની ખરી મજા સૌરાષ્ટ્ર ના યુવાનો ને પૂછવી પડે...પછી એ શેરીઓ માં મુકેલ રોશની હોય, ચોકે ચોકે મુકેલ ફ્લોટ હોય, શોભાયાત્રા માં નાચવાની મજા હોય કે મિત્રો સાથે મેળા માં જવાનો આનંદ હોય...મેળો આજે પણ દિલ ફેક જુવાનીયાઓ માટે નું  ડેઇટીંગ મીટીંગ નું  હોટ destination છે.. જન્માષ્ટમી જેવો થરવરાત  દિવાળી માં પણ જોવા નથી મળતો...જાણે આખી દુનિયા પોતાનું ઘર છોડી બહાર આવી ન ગય  હોય???  એમાય મેળો તો જન્માષ્ટમી નો USP ગણાય....જેને સૌરાષ્ટ્ર નો મેળો નથી જોયો તે surely કંઈક miss કરે છે.  જન્માષ્ટમી નો ઉત્સાહ રાંધણ છઠ થીજ જોવા મળે છે...ઘરે ફરશાણ મિઠાઈ  બનાવાની વાત હોય કે પરિવાર મિત્રો સાથે ફરવા જવાની વાત કે પછી નિર્દોષ પત્તાનો જુગાર જન્માષ્ટમી ની વાતજ નિરાળી છે.     

             મારી નાનપણ ની સાતમ આઠમ ની યાદ એટલે બાપુજી સાથે સાયકલ માં આગળ બેસી મેળામાં જવું...મેળા માં તો બસ જાણે બાપુજી સાથે જ જવાય..મનની મરજી થી બસ એજ ફેરવે....દર વખતે ગોંડલ ના મેળા ની એજ જૂની arrangement..જે જગ્યા એ ઊંચા ફજર ફાળકાઓ, ખાણી-પીણી ના સ્ટોલ, જાદુ ના ખેલ, મોત નો કુવો એની એ જગ્યા એ એ હોવા છતાં મેળા માં જવાનો એક અનેરો ઉત્સાહ રહેતો. ગોળ ગોળ ફરતી આંખો માં જાણે વિશ્વ સમાય જતું. દુનિયા ની વિશાળતા ઉચક નીચક ને ફરતા ફરતા જોયને થતી..મેળા ના એક ગેટે થી બાપુજી ની અંગાડી પકડી ચક્કર લગાવી બીજા ગેટે થી બહાર નીકળી જવાનો રોજ નો ક્રમ. જેટલા દિવસ મેળો ચાલે એટલા દિવસ. વચ્ચે રોજ કુતરા, ગધેડા ના શો જોવા, બંધુક થી ફુગ્ગા ફોડવા અને ice cream ખાવો. અજ હતો મારો મેળો. શહેરી લોકો નો મેળા માં આવી ગરદી  કરવાનો ટાઇમ થાય એ પહેલા ઘરે પાછુ આવી જવાનું.

સાબુ ના પાણીના ગોળા હવા માં ઉડતા જોય તેને અડવા જાણે હદય માં ઉડતું. રંગ બેરંગી લાઈટવાડી દડી, nitrogen ગેસવાળા ફુગ્ગા, પીપુડા, શીશોટી, લાઉડ સ્પીકર, અવનવા રમકડાં, નામ લખાવેલ કિચેન આ બધું જાણે કુતુહલ બની રહેતું...

           જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ મેળા નો ઉત્સાહ પણ ઘટતો ગયો...પૈસા અને ટાઇમ આવ્યા ત્યારે સ્પાર્ક જતો રહ્યો...મેળા ની ચીચીયારી જાણે  ઘોંઘાટ લાગવા માંડ્યો..બીજા યુવાનો માફક મેળા માં તૈયાર થયેલ ફટાકડી છોકરીઓ જોવા નું logic પહેલે થીજ મગજ માં  ફીટ થયેલ  નહિ..બીજા માટે જે હૈયે હૈયું દળાય નો આનંદ મારા માટે મુંજારો બનવા લાગ્યો.મેળા બહાર કોઈ ગરીબ છોકરા ની ભોળી આંખો માં પૈસા ના અભાવે મેળા ની મજાઓ ન લય શકવાનો વસવસો દેખાવા માંડ્યો. ધીરે ધીરે મેળા માં લઇ જવાવાળા મિત્રો પણ વિખુટા પડ્યા અને બાપુજી પણ...આજે જયારે મેળા ની બહારથી પસાર થાવ છુ ત્યારે પણ બાળપણ નું તાદસ ચિત્ર ઉભું થઇ આવે છે. મેળાને માણવાનો સ્પિરિટ અને થનગનાટ પણ એ સાથે બચપણના રંગીન ચડ્ડી-ટીશર્ટની માફક ટૂંકો થઈ ગયો છે. હવે મેળો ‘સદતો’ નથી, ને મેળામાં જવા માટે કોઈ પોકારતું પણ નથી.

હજુ પણ મેળાના વળતા પાણી થયા નથી. ચબૂતરે જેમ પંખીમેળો ઉભરાય એમ ગામેગામ ભરાતા મેળામાં ‘માનવ મહેરામણ’ ઉમટી પડે છે. પણ હવે એમાં ગામડાંના લોકો વઘુ હોય છે. શહેરી લોકો કાર લઈને કોઈ ડેમ કે હિલ સ્ટેશન હંકારી જાય છે. પૂનમ અને અમાસના મેળા તો ઠીક, આકાશમાં એનો ચાંદો જોવાનો સમય કે ઈરાદો કોની પાસે બચ્યો છે? લાઈફ ઈઝ મૂવિંગ ફાસ્ટ, બડી. કેરિઅર બનાવવાની છે. કમાણી વધારવાની છે. હરવા-ફરવાનું તો જોયું જશે! જલસા કરવા માટે કમાવા દોડતા લોકો પાસે પૈસા આવે છે, પણ જલસાનો સમય ખોવાઈ જાય છે! આમાં મેળો? સો ચીપ! સો ડાઉનમાર્કેટ! છી! ક્યારેક ફરતા ચકડોળના આંટા સામે જોતાં જોતાં મનમાં ચક્કર આવે છેઃ એક દિવસ આ બઘું અલોપ થઈ જશે? ટીન્સ ઓફ ટુડેને કોલેજ કાર્નિવલ, ફૂડ ફેસ્ટિવલ અને ટ્રેડ ફેર ગમે છે. એમનું ગુ્રપ જ જોઈએ. દૂસરા કોઈ નહિ! સર્કસની જેમ ડિજીટલ મિડિયા મેળાને પણ ઓહિયા કરી જશે? પબ્લિક મેળાની ગંદકી અને ઘોંઘાટથી ઝટ કંટાળી જાય છે. બાળકોને ઉંચક-નીચક કરતાં કાર્ટૂન નેટવર્ક વઘુ ગમે છે. મેળો કદાચ આઉટડેટેડ મનોરંજન છે!




મોલ. મલ્ટીપ્લેક્ષ, ઇન્ટરનેટ ને   યુગ માં મેળા નું મહત્વ ઘટ્યું હોય એવું લાગે પણ હજી એટલીજ માનવ મેદની ઉભરાતી જોવા મળે છે....માણસ ભેગું થાય જ્યાં એજ "મેળો"
 માણસને માત્ર પ્રકૃતિ જ ગમે છે એવું નથી. માણસને ભલે માણસ સાથે રહેવું નહિ ગમતું હોય… માણસને માણસ જોવા ગમે છે!


courtesy: Jaybhai's blog.

Monday, August 15, 2011

"Free"-dom of minds


Msg beeped today morning which made me awake.....which read "Happy Independence Day " (If u r married than plz ignore this msg :-D) All through the day SMSes thronged and all the ebullient spirits were suddenly awakened...(which will last for a day) Our patroitic and feeling of nationalism spurts only on national festivals. Being patroitic and remembering our national heroes on these days are in vogue today..It has became more of a day to flaunt tri colours on face,putting symbolic flags, wearing khadi clothes, attending I-day functions and playing prtriotic songs on gadgets.. (though just for a day) Hypocracy has always being in our blood whether we accept it or not.




I am not against any celebration for our independence day but the question is have we justified our freedom in true sense? There is no point in reiterating the same age old saga of our independence without converting it into a growth saga..It has became celebration of our freedom against colonialism..More than half of the world was colonialised & had their freedoms. Most of our generation had grown up in free India..There is nothing to be proud if after 64 years of freedom we are still in chukles of many barriers...The questions we have to ask ourselves and then celebrate I-Day are :
* Have I utilised my freedom in contribution towards progress of my country?
* Have I made myself civilised enough?
* Have I paid my taxes and aloofed myself from every kind of corruption?

* Have I given freedom to any new thoughts?
* Have I tried to kept my country clean and abiding my duties?
* Have I broaden my thoughts and given space to other's freedom.?
* Have I understood the responsibility that comes along freedom.?
* Have I made myself free from all discrimination in true sense?
* Have I made myself free ? (Quote from Jaybhai's sunday column aptly fits "Khari swatantrata e ke jyare bijane bahar 'HA' kaheti vakhate apani jatne andarthi 'NA' n kahevi pade!)

These questions intrigues me to no end. Freedom doesn't mean people can pee at public places or beside the roads..Freedom doesn't mean spatting in bus or train..Freedom doesn't mean prerogation to throw garbage on road. Are we proud of these freedoms??

Without any concrete growth of our thoughts to progress its not mere enough to celebrate independence day. I-Day should be a day to dust our old thoughts and make a way fro new outlook..Along with unfurling our national flag, let our mind also unfurls from all barriers..

On this day make a thought is India free from poverty & corruption? Are we free from rigidity & discrimination in true sense? Are we following everything what we are showing? Are we free from our selfish self centeredness? Have we raised any voice against injustice? Are we true to our conscience? Are we really always meant what we express on independence day?Are we free from hypocracy that I am free from above all?




If above answers are in affirmative then go on... my dear fellow countrymen...




"HAPPY INDEPENDENCE DAY"