Wednesday, March 16, 2022

Colors of Holi soaked in memories !


 સમય પણ કેવો અજીબ છે,

એક સમય હતો જ્યારે સંબંધો થોડા હતા પણ લાગણી ગાઢ હતી, મિત્રો થોડા હતા પણ મૈત્રી ગાઢ હતી. આજ મિત્રો અનેક છે પણ દોસ્તી ને શોધવી પડે છે. એટલે જ તો કદાચ What's on 'your' mind? કહેવા પણ Facebook  પર જવું પડે છે.

જ્યારે બાળપણ મા રંગાવું ગમતું નહી ત્યારે પરાણે છેતરી ને પણ લોકો રંગી જતા... આજે કોઈ વાર રંગે રમવાની ઇચ્છા થાય ત્યારે કોઇ પરાણે રંગે અથવા તો જેની સાથે રંગે રમવું હોઈ તેવું મળે નહીં. સમયાંતરે વિખૂટા પડેલ ‘પરાણે રંગવા આવતા’ એ મિત્રો હોળી ના તહેવારનુ મહત્વ સમજાવી ગયા. બહુ ન 'ગમતા' આ તહેવાર ને પણ આજે એ લોકો ના કારણે 'miss' કરું છું જે લોકો બાળપણ માં પરાણે કલર લગાવવા આવતા અને તે રંગો આજે આટલા વર્ષો પછી પણ ઝાંખા નથી પડ્યા. એ લાગણીના કલરો આત્મા સુધી કદાચ હવે પહોંચ્યા હોઈ તેવું લાગે છે ! બાળપણમા જ્યારે એ મિત્રો રંગ લગાવવા આવતા ત્યારે 'થોડોજ લગાવીશું'  'કાચો કલર છે સાવ' તેવું બોલી છેતરી જતા. આજે જ્યારે એ દિવસો યાદ આવે છે ત્યારે વિચાર આવે છે કે એ દિવસો ના કલરો અને લાગણી બંને કેટલા 'પાક્કા' હતા! અને એ 'છેતરાવું' પણ આજે કેટલું વ્યાજબી અને Nostalgic લાગે છે. પિચકારી ની છોળોથી ઉડતા રંગો હોય કે લાગણીથી તરબતોર ફુવારા, ફેર ફક્ત સમયનો છે.

 ધુળેટી નિમિત્તે શુભેચ્છાઓના મેસેજીસ વગર પણ એ હોળીઓ 'હેપ્પી' હતી.

 

 

No comments:

Post a Comment